रुद्र मार्ग
મનુષ્ય જીવનને સમજવા લોકો શું ને શું કરે છે.
કોઈ આધ્યાત્મ તરફ વળે છે, તો કોઈ સંન્યાસ ની તરફ.
અંતે તો બધા પરમપિતા પરમાત્માની ખોજમાં જ ભટકી રહ્યા છે.
કોઈ આધ્યાત્મ તરફ વળે છે, તો કોઈ સંન્યાસ ની તરફ.
અંતે તો બધા પરમપિતા પરમાત્માની ખોજમાં જ ભટકી રહ્યા છે.
કોઈ કેદારનાથ જઈ રહ્યો છે તો કોઈ કૈલાશ માનસરોવર.
શું ત્યાં તમને તમારો રચયિતા હકીકતમાં મળી જવાનો છે?
શું ત્યાં તમારી ખોજ સમાપ્ત થઈ જવાની છે?
શું ત્યાં તમને તમારા દરેક પ્રશ્નોના ઉત્તર મળી જવાના છે?
એ પરમપિતા પરમાત્મા સુધી પહોંચવાને માટે તમને અનેક તપસ્યા કરવી પડે છે. કઈ કેટલી વાર તમને અપમાન, અન્યાય, ધુત્કાર અને તિરસ્કાર નો સામનો પણ કરવો પડે છે. અનેકો વાર તમને તમારી ભૂલ ન હોવા છતાં પોતાની હાર સ્વીકારવી પડે છે.
કોઈ કહે છે કે, મનુષ્યને દેવતાઓ એ બનાવ્યા છે.
તો કોઈ એલિયન જીવનની વ્યાખ્યા કરે છે.
હકીકત શું છે, એની કોઈને પણ સમજ નથી.
બધા ભટકી જ રહ્યા છે.
જીવનની આ શોધ, તપસ્યા અને સાધનાનો જે ક્ષાર મને મળ્યું છે એ દિવ્ય કલ્પનાને એક પંથ, એક માર્ગ બનાવી મારી સાથે એવા તમામ જીવોને લઈને હું આગળ વધવા ઈચ્છું છું કે જે પોતાના રચયતાની શોધમાં છે. જે પરમાત્માની શોધમાં છે.
એ દિવ્ય માર્ગનું નામ મેં રુદ્ર માર્ગ તરીકે રાખ્યું છે.
મારા ઘ્વારા કરાયેલી શોધખોળમાં મને જે માહિતી મળી છે, જે મે જાણ્યું છે એ પ્રમાણે સંપૂણૅ માનવ જાતિનું મુખ્ય કેન્દ્ર બિંદુ હિમાલય છે.
મારા ઘ્વારા કરાયેલી શોધખોળમાં મને જે માહિતી મળી છે, જે મે જાણ્યું છે એ પ્રમાણે સંપૂણૅ માનવ જાતિનું મુખ્ય કેન્દ્ર બિંદુ હિમાલય છે.
હિમાલયની આસપાસ એક અલૌકિક શક્તિ છે કે જે આ પૃથ્વી નું સંચાલન કરી રહી છે. આ અલૌકિક શક્તિ હિમાલયના કેન્દ્ર થી, હિમાલયના ખોળામાં થી માનવજાતિ નું સંચાલન કરી રહી છે.
આ કેન્દ્ર બિંદુને મેં રુદ્ર સ્થાન તરીકે ઓળખ અને નામ આપ્યું છે. આ રુદ્ર સ્થાન થી નીકળતા માર્ગ ને રુદ્ર માર્ગ તરીકે મે મારા દરેક લેખમાં ઉલ્લેખ કરેલ છે.
આ રુદ્ર માર્ગનું ઉદગમ સ્થાન હિમાલયની ગોદમાં છે. આ સ્થાન અલૌકિક, દિવ્ય, સુંદર અને પરમ શક્તિનું ઉદગમ સ્થાન છે.
જે કોઈ મનુષ્ય પોતાના રચયતાની શોધમાં છે,
જે કોઈ પરમપિતા પરમાત્માની શોધમાં છે.
એ તમામ ભાઈ બહેનોનું રુદ્ર માર્ગ પંથમાં સ્વાગત છે.
આ પંથ, આ માર્ગને સ્વીકાર કરનારા વ્યક્તિઓને રુદ્ર માર્ગી તરીકે ઓળખવામાં આવશે.
આ પંથ સ્વીકારનારાઓ ની કુળદેવી મા ભગવતી છે.
આ પંથ સ્વીકારનારાઓ ના કુળદેવતા મહારુદ્ર છે.
આ પંથ સ્વીકારનાઓ નું ધર્મ સનાતન છે.
આ પંથ સ્વીકારનારાઓ ની અટક, ગોત્ર, અને જાતિ રુદ્ર છે.
આ પંથ સ્વીકારનારાઓ ના ફ્કત એકજ ઇષ્ટ અને ભગવાન છે.
અને એ મહારુદ્ર અને માં ભગવતી છે.
અને સૌથી જરૂરી અને મહત્વપૂર્ણ વાત કે,
આ પંથ, આ વિચારધારા, આ માર્ગમાં ફ્કત આવવાનો માર્ગ છે.
આ પંથથી પાછો જવાનો માર્ગ સંભવ નથી.
જતીન ગોરી
(સંસ્થાપક)